Monday, September 21, 2020
Home Sports England beat Australia by 24 runs in the second ODI, drawing the...

England beat Australia by 24 runs in the second ODI, drawing the three-match series 1-1 | ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ત્રણ મેચની સીરિઝ 1-1ની બરાબરી પર


7 કલાક પહેલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સેમ કરને 3-3 વિકેટ લીધી. આદિલ રશીદે છેલ્લી વિકેટ ઝડપી.

  • ઇંગ્લેન્ડે ટોસ જીતીને 9 વિકેટે 231 રન કર્યા, મોર્ગને સૌથી વધુ 42 રન બનાવ્યા
  • જવાબમાં ઓસ્ટ્રેલિયા 48.4 ઓવરમાં 207 રન જ કરી શક્યું, વર્લ્ડ કપ પછી ઓસ્ટ્રેલિયાની 9મી મેચમાં છઠ્ઠી હાર
  • સીરિઝની અંતિમ વનડે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે જ 16 સપ્ટેમ્બરે રમાશે

ઇંગ્લેન્ડે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. મેચમાં 3 વિકેટ ઝડપનાર જોફરા આર્ચર મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા 19 રને જીત્યું હતું. હવે સીરિઝની નિર્ણાયક વનડે 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં જ રમાશે.

2019ના વર્લ્ડ કપ પછીથી ઓસ્ટ્રેલિયાનો વનડેમાં રેકોર્ડ સારો રહ્યો નથી. ટૂર્નામેન્ટ બાદ તે 9માંથી માત્ર 3 મેચ જીત્યું છે અને 6માં હારનો સામનો કર્યો છે. આ સમયગાળા દરમિયાન, 5 કે તેથી વધુ મેચ રમનાર ટીમોમાં તેની જીતની ટકાવારી સૌથી ખરાબ છે.

લબુશેને અને ફિંચે ઇનિંગ્સ સંભાળી, પરંતુ જીતાડી શક્યા નહિ

  • બીજી વનડેમાં ઇંગ્લેન્ડે 232 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી.
  • ડેવિડ વોર્નર સતત બીજી વનડે મેચમાં ફ્લોપ રહ્યો હતો. જોફરા આર્ચરની બોલિંગમાં 6 રને જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો.
  • તે પછી માર્કસ સ્ટોઈનીસ પણ 9 રને પેવેલિયન ભેગો થયો હતો. તે પણ આર્ચરની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ અંતિમ 8 વિકેટ 64 રનમાં ગુમાવી

  • કેપ્ટન આરોન ફિંચ (73) અને માર્નસ લબુશેન(48) એ ઇનિંગ્સને સંભાળી હતી.
  • બંનેએ ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે ટીમને જીતાડી શક્યા નહોતા.
  • આખી ટીમ 48.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ હતી. એક સમયે ટીમનો સ્કોર 2 વિકેટ પર 143 હતો, પરંતુ પછીના 64 રનમાં ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી.
  • ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સેમ કરને 3-3 વિકેટ લીધી હતી. આદિલ રશીદે છેલ્લી વિકેટ લીધી હતી.

પાંચ ઇંગ્લિશ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા

  • આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.
  • ટીમે 29 રનમાં 2 વિકેટ અને 117 રનમાં 5 વિકેટ ગુમાવી હતી.
  • ઓઈન મોર્ગને 42 અને જો રૂટે 39 રન કરીને ટીમને સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી.
  • ટોમ કરને 37 અને આદિલ રાશિદે 35 રનનું ઉપયોગી યોગદાન આપ્યું.
  • ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ 3, મિશેલ સ્ટાર્કે 2, જ્યારે જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિશેલ માર્શે 1-1 વિકેટ લીધી.

0



Source link

- Advertisment -

Most Popular

Gwalior to have first stadium for the disabled, Madhya Pradesh government allocates 22 hectares of land | ગ્વાલિયરમાં બનશે દિવ્યાંગો માટે દેશનું પ્રથમ સ્ટેડિયમ,...

Gujarati NewsSportsGwalior To Have First Stadium For The Disabled, Madhya Pradesh Government Allocates 22 Hectares Of Landગ્વાલિયર15 કલાક પહેલાકૉપી લિંકદિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ...

Document List for Gujarat Government Scheme and Certificate | Gujarat Government

Document List for Gujarat Government Scheme and Certificate | Gujarat Government Non- Creamy Layer Certificate Document List Non- Creamy Layer Form And...

AmazonBasics Classic Notebook, Squared – (130mm x 210mm) – 240 pages (Black)

Price: (as of - Details) Timeless style and simple versatility unite with this AmazonBasics Classic Notebook. A popular choice for everyday use, the...